-: લ ઘુ ભા ગ વ ત :-
સં ક લ ન
-:ગુણવંત પરીખ:-
12
ભાગ્યમા લે લખાયેલ નથી તે મળે તો પણ ભોગવી શકાતી નથી. રાજેશ્રી વિશ્વાકીત્ર એ પોતના તપોબળથી પ્રુથ્વી ઉપરના માનવીને તેની કામના મુજબ સદેહે સ્વર્ગ જવા તો મોકલ્યો પણ દેવરાજે તેને સ્વીકારવાની ના પાડી અને તેને પાછો પ્રુત્વી ઉપર ધકેલી દિધો. બિચારો માનવી : ઉંધે માથે નીચે પટકાયો અને વિશ્વામીત્રને પ્રાર્થના કરી મને બચાવો : વિશ્વામિત્રને આમાં પોતાનુ અપમાન લાગ્યુ અને ઋષીએ એક નવુ જ સ્વર્ગ ધરતી અને સ્વર્ગ ની વચ્ચે ઉભુ કરી તો દિધુ - આમ ત્રીશંકુને પ્રખ્યાતી તો મળી પણ તેનુ નામ અસ્પષ્ટ દિશાસુચન માટે જાણીતુ બની ગયુ. આત્મદેવને પુત્ર તો મળ્યો પણ એ પુત્ર એવો કુપુત્ર પાક્યો કે તેણે બ્રાહ્મણ આત્મદેવની ઇકોતેર પેઢી બોળી. તેનામા બ્રાહ્મણના કોઇ લક્ષણ જ નહોતાં. ના સ્નાન ના સંધ્યા , ના જપ ના તપ , ના પુજા ના પાઠ , બસઆડેધડ રખડી ખાવુ – શરાબી ,જુગારી , દુરાચારિ ,વિ.વિ. કળીયુગને રહેવા મળેલા તમામ સ્થાન તે તેના અડ્ડા હતા. તેની માતા ધંધુલી પણ તેને સુધારી ના શકી . જો કે આ ચાલાક મહિલાએ તેના જન્મ બાબત કોઇ સાચી હકીકત આત્મદેવને જણાવી નહોતી.. હારી થાકીને આત્મદેવે ગ્રુહત્યાગ કરવાનુ નક્કી કર્યુ અને એક મધ્યરાત્રે તેણે ઘરની અને તિજોરીની ચાવી તેની પત્નીને આપવા સાદ કર્યો પણ ચાલાક મહિલા સાંભળતી હોવા છતા કોઇ પ્રતિભાવ ના આપ્યો - દુષ્ટ પુત્ર ધુંધુકારી પણ બધુ સાભળતોહતો અને તે તો રાજી થયો - હવે મિલ્કત મારી- પણ ગોકર્ણ ભલે પશુ માનવ હતો પણ ઉચ્ચ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ની કક્ષામા આવતો હતો તેણે પિતાને રણામ કર્યા – આત્મદેવ રારીરીતે સમજતો હતો કે ગોકર્ણ જ્ઞાની અને ધર્મનિષ્ઠ છે - તેની સલાહ માગી – ક્યા જવુ – શુ કરવુ ? પગોકર્ણે પિતાને સુચન કર્યુ - ઉધ્ધાર માટે દશમા સ્કંધનુ શ્રવણ કરજો.આ બાજુ ધુંધુકારીને છુટ્ટો દોર મળી ગયો. મન ફાવે તેમ નાણા ઉડાવવા લાગ્યો –શરાબ અને શબાબ પાછળ ખુવારથયી ગયો. તેની મિલ્કત ધીમે ધીમે વેશ્યાઓએ પડાવી લીધી અને જ્યારે ખાલી થયી ગયો ત્યારે કુલટા સ્ત્રીઓએ તેને જીવતા જીવ સળગાવી દીધો. ગોકર્ણએ તપાસ કરી કે મારો ભાઇ બે ચાર દિવસથી દેખાતો નથી ક્યા ગયો ? તપાસ કરતા ખબર પડી કે તેના ભાઇનુ તો અપમ્રુત્યુ થયેલ છે. અનેક કામનાઓ અપુર્ણ રહી હોવાથી ધુંધુકારીનો જીવ અવગતે થયો હતો અને તે પ્રેત યોનીમા બળતો રહેતો હતો તેને એક મધ્યરાત્રે તેના ભાઇ ગોકર્ણને જણાવ્યુ કે ભાઇ તુ મારો ઉધ્ધાર કર - હુ પ્રેત યોનીમા સલગી રહ્યોઇ છુ. ગોકર્ણને દયા આવી. તે જેવો છે તેવો પણ છે તો મારો ભાઇ જ –ભલે હોય ભુંડોભલો તોય ભાઇ –મારે તેના ઉધ્ધાર માટે પ્રયત્ન અરવો જ જોઇયે અને તેણે તેના ભાઇનુ શ્રાધ્ધ કર્મ વિધિ ગયાજીમા જયીને કર્યુ -ગોકર્ણને આશ્ચ્રય થયુ કે તમામ શાસ્ત્રોક્ત વિધિથી શ્રાધ્ધ કર્મ કરવા છતા પણ તેના ભાઇનો ઉધ્ધાર કેમ ના થયો ? પંડીતોએ જણાવ્યુ કે આપ સુર્યદેવની સલાહ લો અને ઉપાય પુછો.. ગોકર્ણ સુર્યદેવનો પણ ઉપાસક હતોઅને સુર્યદેવ તેની પડખે રહેતા હતા -સુર્યદેવે જણાવ્યુ કે તુ ભાગવતની કથાનુ આયોજન કર અને જો તારો ભાઇ તે સાભળવા આવશે તો તેનો જરૂર ઉધ્ધાર થશે . સુર્યદેવના આદેશ મુજબ ગોકર્ણે ભાગવત કથાનુ આયોજન કર્યુ.- મોટો માંડવો બંધાયો- એક સાત ગાઠ વાળો વાંસ હતો તેનાથી મંડપ બંધાવ્યો –ગોકર્ણજીની કથા છે તેવા સમાચાર ચારે દિશામા ફેલાઇ ગયા -માનવ મહેરામણ ઉમટી પડ્યો, : આજુ બાજુ ના લોકો , સાધુ સન્યાસીઓ અનેસંતો ,અને ઋષી મુનિઓ સુધ્ધાઆ કથા શ્રવણ માટે દોડીઆવ્યા હતા. ગોકર્ણે પોતાના ભાઇ ધુ%ધુકારીને પણ જણાવેલ કે ભાઇ આપ પણ કથા શ્રવણ કરવા અવશ્ય પધારશો.. ધુંધુકારી કેવી રીતે આવે ? તે માનવ દેહે હતો નહી – પ્રેત યોનીમા હતો -પણ પ્રેતયયોનીમા તેને વિવિધ સ્વરુપ ધારણ કરવાની શક્તિ અતી અને તેવાયુ રૂપે માડવા તૈયાર કરવા માટે લાવેલ સાત ગાંઠ વાળા વાસમા બેસી ગયો. જેમ જેમ કથા આગળ વધતી ગયી તેમ તેમ આ વાસની એક એક ગાંઠ તુટતીગયીઅને કથા પરિપુર્ણ થતા સાતેય ગાઠ તુટી ગયી અને ધુંધુકારીનો પ્રેત યોનીમાથી છુટકારો થયો. અને તેનોમોક્ષથતા ભગવાને જાતે તેને લેવા માટે વિમાન મોકલ્યુ.આમ ધુંધુકારીનો ઉધ્ધાર ભાગવત કથા દ્વારા ગોકર્ણે કર્યો..
આ કથાઓ આપવાનો એક માત્ર ઉદ્દેશ્ય એ છે કે શ્રવણ એ શ્રેષ્ઠ પ્રકારની ભક્તિ છે અને તેનાથી માનવના તમામ પાપો નાશ પામે છે. પણ તે માટે એક ચિત્તે અને પુરી શ્રધ્ધાથીતેણે કથા શ્રવણ અરવુ જોઇયે. માત્ર કથામા જવાથી કે કથામા દાન દક્ષિણા આપવાથી જ ઉધ્ધાર થશે તેવુ માની લેશો નહી.- કથાનુ આયોજન કરનારા મહાનુભાવોનો પણ તોટો નથી - આજ કાલ યાત્રાધામોમા કે ગંગા તટે અનેક પારાયણોનુ આયોજન થાય ચે - હજારો નહી કદાચ લાખોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડે છે -તે સૌ પુણ્યના અધિઆરી તો છે જપણ મોક્ષના નહી –મોક્ષના અધીકારી તો માત્ર એ જછે કે જે નિર્લેપ બનીને શ્રધ્ધાપુર્વક શ્રવણ કરે .ગોકર્ણ શ્રેષ્ઠ વક્તા હતા તો ધુંધુકારી શ્રેષ્ઠ શોતા સાબિત થયો - ભલે પ્રેત યોનીમા હતો અને તેનો ઉધ્ધાર થયો -શુકદેવજી શ્રેષ્ઠ વક્તા હતા તો પરિક્ષીત શ્રેષ્ઠ શ્રોતા સાબિત થયો અને તેનો પણ ઉધ્ધાર થયો. યાદ રાખઓ: શ્રધ્ધા એ જ સાચી ભક્તિ છે :તે શંકા નહી કરે : સાબીતીઓ નહી માગે -આ વિષય્માત્ર અને માત્ર શ્રધ્ધાનો છે. :દંભનો પણ આ વિષય નથી.
સાંભળો એક દ્રષ્ટાંત :
ગુણવંત પરીખ.
ક્રમશ:
No comments:
Post a Comment