Saturday, 4 February 2017

Last chapter - part I - chello adhyaay -----

- 
From :-
Gunvant R.Parikh.
           B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,940829460






                : -:અતિમ    ચરણ:- 

             Part  one

  સામાન્ય  રીતે અતિમ  અધ્યાય ઉપસહાર   સ્વરુપ સમગ્ર  રજુઆતનુ  તારતમ્ય   દર્શાવે  છે. સામાન્યરીતે  આ   અધ્યાય  એ   ઋણ    સ્વીકાર   અને   આભાર દર્શન  પણ કરાવે   છે. મને  સમજ    નથી  પડતી   કે   કોના   કોના   ઋણ   સ્વીકારુ  ?  જાણે   કે   એમ   લાગે   છે  કે  ઋણના  બોજા   નીચે  દટાયેલ છુ.  નામ  જોગ  ઋણ   સ્વીકાર   કદાચ   ખુબ   મુશ્કેલ  છે  પણ   એક  ઋણનો    તો  સ્વીકાર  કરવો  જ  પડે  : માત્રુઋણ :  માતાનુ  ઋણ     ચુકવવુ   એ  સહેલી    વાત  નથી   :   અશક્ય   છે  એમ  કહુ   તો  પણ    ખોટુ    નથી : જન્મ  દાતાનુ  ઋણ   ફેડી  શકાય  જ   નહી  પણ   મારો    કીસ્સો તો   એક   અતિ   વિશેષ    કીસ્સો    છે : મારી   માતાએ   તો  મારો  જીવ    બચાવવા   માટે પોતાનો જીવ   આપી   દીધો   હતો :હુ   કેટલો  કમનસીબ   કે   જેણે  મારા  માટે  પોતાનુ સર્વસ્વ     આપી   દીધુ    તેને હુ   કશુ  પણ   આપી   શક્યો  નહી :  અને   તેથી   વિપરીત  : જેને   માટે  મે  સર્વસ્વ    આપી   દીધુ તેણે  મારુ  જ  સર્વસ્વ   પડાવી  અને  મને   રઝળતો  કરવાના    કારનામા    કર્યા  : વિધિની  વક્રતા  નહી    તો    બીજુ  શુ  ?
         આજે  એકવાર   ફરી   એ  ચિતાર   આખ   સમક્ષ  આવે   છે  - 5 મી  સપ્ટેમ્બર 1996  - વહેલી  સવારના  5- 6   ના  અરસામા  જોરદાર આવેલો   હાર્ટ   એટેક   -બપોરના  લગભગ    આશરે   3 નો   સુમાર : અને  હ્ર્દય  દશ   બાર   સેકંડ    માટે બધ   પડી   ગયુ  -  તબીબો  એકબાજુ  ધમપછાડા  કર્રતા  હતા -    બહાર  કુટુબીજનો  વ્યગ્ર    હતા – પણ   ઘેર   મારી   માતા   યમુનાજીને  પ્રાર્થના   કરતી  હતી  -   “  હે   મા  ,  મારો  જીવ   લો  પણ  મારા  પુત્રને  બચાવો   “    યમુનામહારાણી માતાએ    જાણે  કે   પોકાર સાભળ્યો  -  સુચન   કર્યુ  -15   દિવસમા  યમરાજાનેવૈકલ્પીક   વ્યવસ્થા   કરી   આપો   : અને  મારી  માતાએ    જ   વિકલ્પ   પુરો  પાડ્યો – 19  મી   તારીખે   મને   હોસ્પિટલમાથી  રજા     આપી  -   એક   દિવસ    બાકી    હતો  15    દિવસની અવધિનો – રાત્રીની શરુઆત   થયી  -  યમરાજાના   દુતો  આવીને  ઘરના દરવાજાના  ટોડલે તૈયાર  બેઠા  હતા  - અમારો   “શિકાર ? “   અને  હીરાબાએ   પોતાની    જાતને સમર્પિત   કરી   દીધી   -  કોઇને સ્વપ્ને   પણ   ખ્યાલ    આવ્યો  નહી  કે   હીરાબા    ગયા -    ઘડીઓ  તો   ગુણવંતની    ગણાતી  હતી  -હીરાબાના    અવસાનના    સમાચાર   જેને પણ    પહોચ્યા  તે  આશ્ચર્ય ચકિત બની  ગયા  -  જાય  એવો  તો   ગુણવંત    હતો  -   પણ   હીરાબાએ કરેલા   સોદાની કોને  ખબર   હતી ? યમુના  મહારાણી  માતાએ પોતાની   વગ   વાપરીને  પોતાના   ભાઇ   પાસે   જાણે  આ   સોદો   મંજુર   કરાવ્યો –હુ  તો ઉઘતો  જ રહી  ગયો  -  અતિમ  દર્શન  પણ   ના   પામી  શક્યો  મારી માતાના –આખ   ખુલી  ત્યારે  મારી  માતા  નહોતી – આખમા   આસુ   લાવવાના    નહોતા  -  અને   આજ     કાલ   કરતા    આજે   20  -20   વર્ષ  નીકળી   ગયા –આવા  ગમ્ભીર    હાર્ટ એટેક  પછી   કોઇ   મેજર  સર્જરી   વગર    20   વર્ષ      નુ  જીવતદાન  -  એ  એક  અલભ્ય   સીધ્ધી   છે    જે  મને  મળી  -પણ   એ  20  વર્ષમા   મે  શુ   શુ   જોયુ –લાબુ   તો     વેતરવુ   નથી  -  એક   ઉદાહરણ  જ  આપુ  -  ભરત    રાજાએ  એક   હરણના    બચ્ચ્યા  માટેની    આસક્તિ  :  આખરે     શુ   પામ્યા  ?   હરણ    બાળ   તરીકે  કોણ   આવ્યુ  ?  અતિ   કરુણ ઇતિહાસ  છે – હુ       વર્ણવી નહી   શકુ  - કદાચ તટસ્થ   પણ    ના   રહી  શકુ  -માટે વિગતે વિષ્લેષણ   ટાળુ  છુ  -  પણ    મારી માતાનુ ઋણ   હુ   ફેડી  શક્યો  નથી  અને  હવે   ફેડી   શકુ   તેમ  પણ  નથી . હુ    આજે   હયાત છુ   તેનો  યશ પણ  કોઇ   બીજાના      ફાળે  ગયો  - ઝુટવાઇ  ગયો  -હુ  દેખતો    રહી  ગયો  -   રોતો  રહ્યો – માર  ખાતો   રહ્યો – ભલે  :
સર્વે જના:    સુખીનો   ભવંતુ   ........

5 મી   સપ્ટેમ્બર -1996 – તે  દિવસે  મ્રુત્યુએ   મને  ઘેરી   લીધો   હતો  -તેનો    ડર   મને  નહોતો  - મને   તો  ખબર  જ  નહોતી – પણ   ડર  કદાચ  અન્યને    હતો  -  આજે    તેનાથી  વિપરીત  છે – આજે   મારા  મ્રુત્યુનો   ડર   અન્ય  કોઇને   નથી  -  અરે   કોઇક   તો =  કેટલાક તો   એવા   છે   જે રાહ  જોઇ    રહ્યા   છે  -  જેમા    “  બ્રુટસ “   નો    પણ   સમાવેશ  થાય -  ઓહ , બ્રુટસ    યુ   ટુ   ?  આ   કડવુ  સત્ય  હુ  કોને કહુ  ? મ્રુત્યુ નો    ડર  તો  મને   પણ   આજે   લાગે – પણ   મ્રુત્યુ  અનિવાર્ય   છે  -   તેથી   મ્રુત્યુ  નો  ડર   તો   વિસારે    પાડી  શકુ   પણ  મ્રુત્યુ  પહેલાની  વેદનાનો ડર  અતિ  ભયકર  છે  -   આ  ઉમર  -   જ્યારે  તમે  ચારે  બાજુથી  એકલતા   અનુભવો – આગળ   પાછળ ,   આજુ   બાજુ  -  તમામ દિશાઓમા  માત્ર  અને   માત્ર  તમાશા   જોનારા   હોય  - મ્રુત્યુ  પહેલાની  વેદનામા   ભોગે જોગે -  અપાહિજતા – આવી  જાય  ,હેમરેજ  ,  સ્ટ્રોક ,    પેરાલીસીસ  ,કોમા    અને   આવી   ગભીર  બિમારી    આવી  પડે તો    શુ    થાય   - આ   ડર  સૌથી  મોટો ડર  છે  - “  પોસ્ટ   ડીસીસ  ઇફેક્ટ   “   મને   ખ્યાલ  આવે    છે -  જે  માત્ર  લાચાર    બનીને   સહેવાની  - લોકો  તમાસો   બનાવીને  દેખે અને  તમે   લાચારીથી સહન    કરો  -  કોઇ વળી   દયા   ખાય  તો  કોઇ   સહાનુભુતી દર્શાવે –ભલભલા   મહાનુભાવોની  આ  હાલત છે – જેમકે  જ્યોર્જ   ફરનાંડીઝ  ,બાજપાઇ , જશવંત સિંઘ, અને   આવા   તો  કોણ   જાણે કેટલા    હશે.  કેટલાક   દર્દ  એવા   છે   કે  જે  જોવાય નહી  , સહેવાય  પણ  નહી  , જેનો  કોઇ  ઉપચાર પણ   ના   હોય  ,દર્દી  માત્ર     રિબાય રિબાય અને  રીબાય  જ -  પળે   પળે  મોતને  ઝંખે ,અને  મોત  ના  આવે  -  દર્દી, સગા,    વહાલા સૌ   એમ   ઇચ્છે કે   બિચારો  જીવ    છુટે તો  સારુ  -   પણ છુટકારો   કેવી  રીતે   પ્રાપ્ત કરવો?  - એક   ઇલાજ ડોક્ટર  પાસે  છે  -  જો   તે    ઇચ્છે  તો   “ મર્સી ડેથ  “  આપી    શકે  છે  પણ   ત્યા  વ્યવસાયની   આચાર સહિતા  આડે   આવે  છે  - ડોક્ટરની  ફરજ  છેલ્લા   શ્વાસ  સુધી  દર્દીને   બચાવવાની  છે – કોઇપણ  ભોગે  -  તે    “ મર્સી ડેથ  “ નો  પગલુ  ના   લયી   શકે  -  કાનુન    પણ     મર્સી ડેથને     માન્યતા   આપતો  નથી –કોઇનુ    જીવન  લેવાનો  કોઇને અધીકાર  નથી  -  અધીકારની  આ  કલમ  તેની   આલોચના  કેવીરીતે કરવી  ? કાયદો  ક્કાયદાની  રીતે  સાચો  છે  -  પણ   બીજી  બાજુ  દર્દીના  અસહ્ય   દર્દનુ  શુ ?  દર્દીના  દર્દની  પીડા, દર્દીને જ  દીષે ખરી .... 
અન્ય  તે    કેવીરીતે સમજી શકે  ? છતાય     વગદાર  તબીબો  ,ન્યાયાધીશો ,    રાજકારણીઓ  આ   મુદ્દા  પર   વિચાર  કરી  શકે  -  “ ઈચ્છા -  મ્રુત્યુ  “   કે    “ મર્સીડેથ  “ અંગે  વિચારણા  કરવી   જોઇએ  -  “   આત્મ-હત્યા  “ ની   સરખામણીમા તેની  મુલવણી    કરાય  તો    પણ  ઘણુ   છે  .   આત્મહત્યા   એ  અસહ્ય   માનસીક  વેદના   છે   અને  અસહ્ય    શારીરીક   વેદનાના    ઉપચાર ,  ઇલાજ કે   વિકલ્પ  તરીકે     “મર્સીડેથ  “  કે     “  ઇચ્છા  -મ્રુત્યુ  “   સ્વીકારી  શકાય  ?  મોટે  ભાગે  તો   જવાબ   “  ના “ મા   જ આવે   -   આલોચના  કરવી    મારા માટે  પણ  મુશ્કેલ  છે  . કુશળ   તબીબો ,  ન્યાયાધીશો ,રાજકારણીઓ  ,   સમાજશાસ્ત્રીઓ , મનોવૈજ્ઞાનીકો , વિવેચકો - વિ.વિ,.અવશ્ય  વિચાર  કરે -છેલ્લા  ચરણનો   આ  ભાગ   છે  કાનુન   પણ   જો   મ્રુત્યુ દંડની    સજા   માટે લાબી ચોડી  વિચારણાઓ  અને   આલોચનાઓ કરતો હોય  તો  ઇચ્છા   મ્રુત્યુ     અને   મર્સીડેથ  માટે કેમ   વિચારણા   ના   થાય  ?

    પણ   આવા   સમયમા   પણ  તબીબી    વિજ્ઞાન   અને  તજજ્ઞતાને   નજરમા    રાખીને પણ   સ્વસ્થ  રીતે  સલાહ  સુચન  ભાગ્યેજ  કોઇ  તબીબ  આપી   શકે  - એક   બાજુ  તબીબી  વિજ્ઞાન  છે   તો    બીજી  બાજુ   એક   માનસીકતા  છે  - આધ્યાત્મીકતા   છે ,  કર્મના   ફળનો  હીસાબ  છે  , જે   નજરમા   રાખીને   ડૉ.   રાજેશ  શાહ  -  એમ.એસ.  એલ.જી. હોસ્પિટાલ  : જે   સુચન  કરેલ  છે  તે સરાહનીય  છે – એક    સર્જન  ઓપરેશનની    સામે  પણ  નૈસર્ગોપચાર  પર  પણ   ભર્રોસો  રાખે , દર્દીના  દર્દની  પીડા સમજે   અને  દર્દીને  હીમ્મત  આપે  - શાત્વન  આપે  - તે  નાની સુની વાત   નથી –પ્રોસ્ટેટ , ગોલ બ્લેડર  સ્ટોન ,  બાય  પાસ   વિ.વિ.   જેવા     એક   એક થી   ચડીયાતા    મેજર અને  ગમ્ભીર  કહી   શકાય  તેવા ઓપરેશન ની   સામે   દર્દીને  શાતા  આપવી   તે સહેલી વાત   નથી   -  તે તબીબી શાસ્ત્રને   વફાદારી પણ   દાખવે   અને  સમજ    અને   શાતા  આપે  -  અમુક  ઉમરે   ઓપરેશન   સલાહભર્યુ પગલુ  નથી -અનિવાર્યતા  તો કોણ  નક્કી કરે ?  પણ  તેમ   છતા  પણ  ડો. રાજેશભાઇએ જે    તટસ્થતા  જાળવીને   સુચનો   કર્યા   તે પણ  સરાહનીય છે  - છેલ્લા    લગભગ 20   વર્ષથી    5-9-96  થી – જ્યારે   દિપક  બુઝાઇ  પણ   ત્યા જ  ગયો   હતો  અને   પુનર્પ્રકાશીત  પણ   ત્યાથી જ  થયો  હતો  - હુ    તેમની  હોસ્પીટલ નો     દર્દી  છુ  -  ડો.   જયેશ     પરીખ   નિવ્રુત્ત  થયા    ત્યા સુધી   મારા  માર્ગદર્શક  હતા  -  આજે  પણ    એટલા   જ   માર્ગદર્શક  છે  - ડો. મુકુલ  શાહ   પણ  તેમના   એક  અગત  મિત્ર    તરીકે  મારા   પણ    માર્ગદર્શક   અને પ્રોત્સાહિક  પરીબળ  તરીકે  છે ,  હાલના  ડો. બિંદ્રાબેન ,  વિશાલ ભાઇ  , વિ.વિ.   બુઝાતા    દિપકને ઇધણ  આપતા  રહે    છે  - ડો. વિનય    ભારતી  જેવાએ   મારી આખોને    પુનર્જીવીત   કરી    તો   ડો.  ગૌરી  મદને  વૈકલ્પીક    દાતની  વ્યવસ્થા  આપી  -  આયુર્વેદના    ડો.   હેમાગિનીએ  પણ  રસાયણ    જેવા  દ્રવ્યો   આપીને  ઇધણ   પુરુ  પાડ્યુ   છે  -નામી  અનામી  અનેક  કક્ષાએથી    સલાહ    સુચનો  , આશ્વાસનો -  હુકમો  પણ   મળ્યા  છે  -  આ  સૌનો  હુ   આભારી  છુ  આ  ઉપરાત   માનસીક   રીતે પણ સાથ   આપનાર  મારા  કોલેજ સમયના   એક   મિત્ર – હોસ્ટેલના    પડોસી  સાથીદાર  -જીતુભાઇ –ડો.  મુકુલભાઇના   મોટાભાઇ –આશરે  50-55  વર્ષ  બાદ  મળ્યા- એક   સમયે  ખુબ  આત્મીયતા  દાખવી -  એટલી  હદે કે તે  અમેરીકા    જતા  હતા   ત્યારે  તેમનુ લેપ્ટોપ   જે   મારા   માટે  એક   રમકડુ હતુ  - પણ   મને   શિખવા    આપીને  ગયા –આ  6-8  માસ   મારી  “   શૈક્ષણીક    કારકીર્દી  “ જેના  પ્રણેતા જીતુભાઇ અને    મારા  શિક્ષકો  તરીકે   શકરી  ,    બકુડી ,શકરો  ,કારો  , ભોળો ભીમ  ,ચકુડો  , અરે   સૌથી   નાના  ટીચર    અવલ , રોનક ,હાર્દીક  , પિંટૂ   પણ   મને   ટપારતા   રહેતા    કે   દોરવણી  પણ  આપતા  રહેતા  - મારો  પાયો  તેમણે   ઘડ્યો – પ્રોત્સાહન  આપનાર    જીતુભાઇ –આ  સૌનો   આભાર  માનવો  જ  રહ્યો  -આ  પૈકી   કેટલાક     વિમુખ  પણ   થયી   ગયા  -   પણ    તેમનો  ઉપકાર  મારા માટે  વિમુખ   નથી   થયો  -   તે  સૌ  ગુરુ દક્ષીણા   પ્રાપ્ત  કરવાની  યોગ્યતામા  તો    આવે  જ –શુ   ગુરુ  દક્ષીણા  આપુ ?  એકલવ્યએ   અંગુઠો  આપેલો  -  હુ   શુ  આપુ  -  મે    શુ  આપ્યુ  ?     કમસે કમ   છેલ્લા  ચરણમા   તેમને  સન્માનનીય   સ્થાન  તો   આપુ  જ  છુ – ભલે   નાના   છે  પણ   શિક્ષકો    છે   -  ગુરુ  છે  -
Jitubhai   is  elder    brother  of  Dr.   Mukul Shah  is  enough  elder  to   me  also  -  deserves   all   respects -believe it -

ગુણાનિ સર્વત્ર  પુજ્યતે  ,  ન  ચ  વયમ   ન  ચ  લિંગમ

શકરી   હોય    કે   શકરો , અવલ    હોય  કે  રોનક -  “  શિક્ષા  “   પ્રદાન  કરેલ    સૌનો  આભારી   છુ.
75   વર્ષનુ   સરવૈયુ આમ   ઝડપથી   તો    પુરુ  થાય   નહી  -  અનેક   ખાટા    મીઠા    પ્રસંગો ,  બનાવો ,  નજર  સમક્ષ  આવે  - કોને કેવુ   મહત્વ   આપવુ   તે   પ્રશ્ન   છે  -  મુશ્કેલ  પણ   છે  ,  કોઇને અન્યાય  ના   કરી  બેસાય  તેનો પણ  ડર   છે  -   કેટલીક   વ્યક્તિઓ   એવી   છે   જ   કે   જેમણે   પોતાને   ખુબ   અન્યાય    થયો   છે   તેવી   માન્યતામા   અમારો  છેલ્લો   અધ્યાય  ક્લુષીત     પણ    કરી   દીધો  છે  -   હોઇ   શકે  - જો  બહુમતી  તેમની  સાથે હોય  , બહુમતીનો તેમને  ટેકો  હોય  - તે    સાચા   હોય  - તો  -  તેની  જવાબદારી    મારી  જ આવે  અને    તેનો  દંડ    મારા   ભાગે  આવે -  અનાસક્તિ   સાથે    તે    સ્વીકારવો  જ  જોઇયે – સ્વીકારુ   છુ  અને    અંતિમ  પળે   પણ   સ્વીકારીશ -  સાર્વજનીક   આલોચનામા    કૌટુમ્બિક  આલોચના  ભેગી    કરવી  નથી -   એવુ  બની   શકે   કે   દરેકને   ખુશ   રાખવાના   પ્રયાસમા   કોઇને  પણ   ખુશ    ના   રાખી  શકાયા    હોય   - તમારા   પ્રયાસની   કમી  , પ્રદાનમા  કોઇ   અભાવ ,   કે   પછી    ઇચ્છુકનો   અસંતોષ  --  તિવ્ર   માત્રાનો   અસંતોષ -  અને   માટે  જ આ   આલોચના  નાથાય  તે  યોગ્ય  છે -  જીતુભાઇએ  આપેલુ  લેપ  ટોપ   અને   તે  પછી   ધિમંતકુમારે    આપેલ  લેપ  ટોપ    ની    સરખામણીમા    આ  નવુ   લિધેલુ લેપ ટોપ    પુરો  સાથ  સહકાર  નથી  આપતુ  -  આમેય    આ  અતિ   વિકસિત  વિદ્યા  - ટેકનોલોજી –માટે  મારી    કક્ષા  તો  “  ઢ”   બરાબર  આવે  -  તેમા     સાધનનો અસહકાર   -   શુ   થાય  - વારે    વારે   હેક   થયી   જાય   છે  - બંધ   પડી   જાય   છે  - પેલા     બાળ   કલાકારો -  શિક્ષકો  જેવા  વ્યવસાઇક  મદદગારો    ઉપયોગી  નથી  થતા  - 

બીજો  ભાગ   બાકી  :-

ગુણવંત    પરીખ
Attachments area

No comments:

Post a Comment

Enews And Updates