Saturday, 5 September 2015

aachaar sanhita - 45 - anamatno aavhko 4 - aadolan 2

From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


  - ;આચાર  -    સંહીતા :-          45  ----

  - : અનામતનો   આચકો   :-        4  -----   આંદોલન  2.


     વ્યક્તિ   સ્વાતંત્ર્ય ,  વાણી  સ્વાતંત્ર્ય   અને   અભિ-વ્યક્તિનુ  સ્વાતંત્ર્ય આ  ત્રણેય   બંધારણની  લાડકી  દીકરીઓ  છે-   આ  દિકરીઓને    બંધારણે    ખુબ  ખુબ ખોબલે   ખોબલે  અધીકારો   આપ્યા   છે  -  ત્રણેય  દીકરિઓ   વચ્ચે નો સંપ   અને   એકજુટતા  પણ   ગજબની   છે  -  વ્યક્તિ   કહે  હુ અધુરી   જો  વાણી   મારી  સાથે  ના  હોય  અને   બન્ને    ભેગી  મળે   એટલે  કહે અમે  બન્ને પણ  અધુરા   જો   અભિવ્યક્તિ  અમોને  ના  મળે -  અને  આ  ત્રીપુટીએ  જે   બાળકોને   જન્મ   આપીને   ઉછેર્યા  - મોટા કર્યા , પાળ્યા, પોષ્યા અને   પંપાળ્યા   ;   આજે   તે   બાળકો   : તેમના   નામે  :જે  રીતે  ચરી ખાય  છે   તેને   રોકનાર  ટોકનાર  કોઇ  નથી : સૌ  તેમની સામે લાચાર  અને  બેબસ   કેમ   બની   ગયા  છે  ?  ઓળખી લિધા આ   લાડકવાયા   બાળકોને  ?   તેઓ   છે  :  હડતાલ  : બંધ  :, આદોલન :  ,રેલી :ઉપવાસ  : જુના   જમાનાનો સત્યાગ્રહ :   માથે    ચઢી   વાગેલા  આ   બાળકો   સામે  દાદાજીઓ  , પાપાજીઓ,  અને  નાનાજીઓ  :  સૌની  બોલતી   બંધ  થયી  ગયિ  છે  -:  કેમ    ?  એવુ નથી  લાગતુ  કે  આ  નબીરાઓ ને   માથે   ચઢાવનાર  પણ   તેમના  જ   વાલી   વારસો  છે   ? બંધારનની   લાડકી   દીકરીઓના   આ  બાળકોએ  જે  આતંક મચવ્યો  છે ,  જે  નુકશાન  કરેલ છે ,જે   હાહાકાર   અને  ઉત્પાત  મચાવ્યા  છે  -  તેની સામે   તો   કુરુક્ષેત્રના  કે  કલીંગના   યુધ્ધની   ખુવારી   વિસાતમા   નથી .

      હવે  સમય   આવી   ગયો છે   કે   આ   બાળનકોને  કાબુમા  લેવા  માટે  તેમના   જન્મદાતાઓએ  જ  આગળ   આવવુ  પડે.:
   બંધારણની  સૌ  પ્રથમ    ત્રણ  લાડકી   દીકરીઓ   એટલે  :  ધારાગ્રુહ  ;   કારોબારી   અને   ન્યાયતંત્ર  : ત્રણેયને   એકરાગ  અને  સમંન્વયતાથી   રહેવા અને   કામ  કરવા    આદેશ   હતો  :  કોઇ એ કોઇના   કામમા   દખલ   કરવી  નહીં  :   છતા   સઊ   સ્વાયાત્ત    હતા પરંતુ  સ્વાયત્તતાએ   સ્વતંત્રતા  બની    ગયી  - અને    કદાચ  સ્વતંત્રતા   સ્વચ્છંદતા     ક્યારે  બની  ગયી   તેનો  કોઇને  ખ્યાલ  જ   આવ્યો   નહીં  અને   તેનુ પરીણામ
આજે   દેખાઇ રહ્યુ છે

   લોકશાહીની  સૌથી  મોટી   દીકરી :   ધારાગ્રુહ  : કામગરી  દીકરી  કારોબારી   અને   સૌથી સમજદાર  દીકરી    ન્યાયતંત્ર  :    :
 
      સાચુ  વિષ્લેષણ   કરવા   બેસીયે તો  મહાભારતના   અનેક  :    ગ્રંથો  પણ   નાના  પડે  - એ   શક્ય નથી -  એ ભલે   ન્યાયતંત્રની   લાયબ્રેરીમા    બંધ   રહે  -  પણ   જાણવાજોગ  - નજરે  ચઢેલ  -  નરી  આખે  દેખાતા   ઉદાહરણ   જ  જોઇયે  :  બંધારણીય   વારસાગત   વહેચણી  મુજબ   ધારાગ્રુહ   કાયદા   ઘડે  : તે   માટે   નિયમો  પણ   ઘડાયેલા   છે જ   છતા  -  અહો  આશ્ચર્યમ  :  ધારાગ્રુહોને   ચાલવા  જ  દેવાતા  નથી  :  વ્યક્તિ    સ્વાતંત્ર્ય , વાણી  સ્વાતંત્ર્ય અને  અભિવ્યક્તિના   સ્વાતંત્ર્ય ના   નામે   જે    ઉહાપોહ  કરવામા  આવી   રહ્યો  છે  : કોઇને  ખ્ગબર  જ  નથી  પડતી કે  કોણ  કોને   છવરે  છે  ?   નિયમ મુજબ   ગ્રુહના  અધ્યક્ષ  એટલે     આ  શાળાના   આચાર્ય   તેમની   પાસે એ સત્તા છે જ  કે  વર્ગને  કોઇ પણ  રીતે  કાબુમા  રાખે : તે  કેમ   એ સત્તાનો  ઉપયોગ  કરતા નથી  અને કહી   દે  છે  કે   
આજે    રજા     : તેમનીફરજ  છે કે તે   જો વર્ગમાઅ એક  જ  વિદ્યાર્થી   પણ  બેઠો  હોય  તો તે  તે એક  વિદ્યાર્થીને પાઠ   આપિ   શકે છે  - એક   આખો   પક્સ    ગ્રુહમા   હોય  - જે   કામ   માટે  રાજીહોય તો  કામ કેમ બણ્ધ  રાખે    છે  ?    તોફાનીઓ  તોફાન  કરતાહોય  તો  તેમને   રોકવાની  ,ટોકવાની , સમજાવવાની  , સજા  કરવાની  અરે   વર્ગની  બહાર  કાઢી  મુકવાની  પણ   સત્તા  આચાર્યને   છે  જ  -  અને  તે  જ  સત્તા   ગ્રુહના   અધ્યક્ષને   પણ   છે જ  - શા  માટે  અધ્યક્ષ   મહોદયશ્રી   આ સત્તાનો  ઉપયોગ  નથી  કરતા ?   કોઇ  રાજ  કારણ   નડે   છે  ?  ગ્રુહના અધ્યક્ષ   પક્ષાપક્ષીથી   પર  છે  -   ભલે  તે  શાસક   પક્ષના સભ્ય   છે પણ  અધ્યક્ષ બન્યા   પછી તે   બિનવિવાદાસ્પદ   વ્યક્તિ  બની  જાય  છે  અને   જો   બિનવિવાદાસ્પદ  વ્યક્તિ    બની   રહેવુ  હોય   તો   તેમને  ગ્રુહનુ   કામકાજ  તો  રોકવુ   ના  જ  જોઇયે-   તોફાની  તત્વૂને  તે  બહાર  કાઢી  શકે   છે  અને  ગ્રુહ   ચાલુરાખી  શકે   છે -  એક   વાર   ગુજરાત વિધાનસભાના  અધ્યક્ષે   વિરોધપક્ષના   લગભગ  તમામ  સભ્યોને સસ્પેંડ    કરેલા  અને   ગ્રુહ   ચાલુ   રાખેલ  -  આવી   જ  કાર્યવાહી   લોકસભા  કે  રાજ્યસભામા   પણ   કેમ  ના  થયી  શકે  ?   કાયદો  અને  વ્યવસ્થા  જાળવવા  માટેનુતંત્ર   ઉપયોગમા    લયીને   તોફાની તત્વોને  જેર  કરીને   ગ્રુહનીબહાર  કાઢી  મુકવાની  સત્તા   અધ્યક્ષને  છે  જ તો આ  સત્તાનો  ઉપયોગ કરીને  તેમને બહાર  કાઢી  મુકવાને બદલે અધ્યક્ષ પોત્વ જકેમ      વર્ગ   બંધ  કરીને   નીકળી   જાય  છે  તે સમજાતુ  નથી તેની પાછળ  શુ કારણ  છે ?  હુ   તો   માનુ  છુ   કે  શાસકપક્ષ એકલો જ ગ્રુહમા  હોય   તો   ઝડપથી   કાર્યવાહી   ચાલિ  પન  શકે  -શા  માટે    આમ  નથી થતુ  ?    લોકશાહી નો  ખોટો  આડમ્બર    રાખવાની  જરુર નથી  -  ગ્રુહમા  જે   સભ્યો  છે  તે  લોકશાહી   મુજબ  જ  ચુટાયેલ  સભ્યો  જ  છે   અને  જે નથી  તે  તેમના    કારનામાને  લીધે   હાજર   નથી   -અન્ય  કોઇ    જવાબદાર   નથી .-  પછી   શા  માટે  સમગ્ર   ગ્રુહ   બંધ   રહે  ?  સહેજ  વિચારો:    કેટલાક તોફાની   માણસોનુ ટોળુ  આવે   -શાળાના  વિદ્યાર્થીઓને    દબડાવે- શાળા  છોડીને   ઘેર  જતા  રહેવા    દબાણ   કરે -   આચાર્યશ્રી   દેખતા  રહે  -  ગભરાઇ  જાય અને  વિદ્યાર્થિઓને  છોડી    મુકે    છે  -  શાળા  બંધ  - કારણ   આચાર્ય   પાસે  બીજો  કોઇ   આરો નથી  - સલામતીની  બીજી    વ્યવસ્થા  નથી   -વિદ્યાર્થીઓની   સલામતીનો  પ્રશ્ન  છે  -  જ્યારે   અહિયા  -ગ્રુહમા  તો સલામતીની  જડબેસલાક   વ્યવસ્થા   છે પોલિસ  છે  -  સારજ્ન્ટ  છે - -સુરક્ષા  દળના  જવાનો    છે  -  અને  આઉપરાત  અધ્યક્ષશ્રી   પાસે  અપાર  સત્તા   છે   -સાધન  સામગ્રી  છે -  શા  માટે  ગ્રુહ   મુલત્વી   રાખવુ  પડે ?   એવી   તે   કૈ  લાચારી  છે   અધ્યક્ષશ્રીની કે  તે પગલા  નથી લયે  શકતા  ?

ગુજરાત  વિધાનસભાના  અધ્યક્ષશ્રી   ગણપત  વસાવાએ  હિમ્મતથી  અને   કાયદાની  મર્યાદામા  રહીને   લગભગ  તમામ  તોફાની   તત્વોંને  -સભ્યોને   ગ્રુહની  બહાર  કાઢ્યા સસ્પેંડ     કર્યા  -  કાબિલે  દાદ   વ્યવસ્થા    કરી  -ગ્રુહ  -ગ્રુહ્ચાલુ  જ  રાખ્યુ  -  જો   વસાવા  આ   કરી શકે   તો બીજા  અધ્યક્ષશ્રીઓ   કેમ  ના  કરી   શકે ?

વિચારણા   માગી લે  તેવો  પ્રશ્ન   નથી   આ  ?  


ક્રમશઃ

ગુણવંત  પરીખ
5-9-15


From :-
Gunvant  R.Parikh.
                    B.E.civil, LL.B.
Executive  Engineer  R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi  Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir  road
Ahmedabad  22  (  380022 )
T.Nos  079 25324676 ,9408294609


No comments:

Post a Comment

Enews And Updates