: : અતીતની યાદો : :
: વિદ્યાર્થી અને રાજકારણ :
અતીત પાસે જ્ઞાન નો ભંડાર છે તે ભંડાર ખોલતા અને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ભવિષ્ય માટે ખુબ ઉપયોગી બની શકે છે. આજ કાલ રાજકારણ એક દમ ગરમ અને પ્રવાહી હાલત માં છે. દરેક ને ખુરશી જોઈએ છે, દરેકને સત્તા જોઈએ છે, દરેક ને તક જોઈએ છે અને તે માટે સૌ હવાતિયા મારે છે તેમ કહીએ તો પણ ખોટું નથી. યેન કેન પ્રકારેણ સત્તા જોઈએ,ખુરસી જોઈએ, તે મળશે તો બધું મળશે ,તે મળી જય પછી દુનિયા જખ મારે છે , પછી ૫ વર્ષ સુધી કોઈ પૂછનાર ગાછનાર નહિ, હું કોણ,તુ કોણ ,સૌ સૌના રસ્તે, સામા મળે તો કોઈ એકબીજાને જાણે ઓળખાતા જ નથી.
પહલે મિલતે થે ઐસે જૈસે કભી જુદા ના હો,
આજ મિલતે હૈ ઐસે જૈસે કભી પેહચાન ના હો ..............
લોકશાહીના જમાનામાં આં એક તાસીર છે. ઉમેદવાર ને મત લેવાના હોય ત્યાં સુધી ગરજ, પછી તુ કોણ હું કોણ ની નીતિ અમલમાં આવી જય. પણ ચુનાવ જીતવામાટે અનેક પરિબળોની મદદ લેવી પડે છે. આમ તો પૈસા, પ્રતિષ્ઠા, પદ અને પાવર બહુ કામ કરે છે પાવર માં વીલ પાવર, વકતૃત્વ ની ક્ષમતા, જૂથ ની ક્ષમતા, જૂથ બળ, જ્ઞાતિ મંડળો, વિ.વિ.જૂથો પણ અગત્યના ભાગ ભજવે છે. પણ સૌથી અગત્યનો પાવર નો ઉપયોગ જો રાજકારણીઓ કરતા હોય તો તે છે વિદ્યાર્થીઓનો ઉપયોગ.
વિદ્યાર્થીઓનું જૂથ બળ મોટું હોય છે, તેમની પાસે ઉમંગ હોય છે, ક્ષમતા હોય છે, વાણી વિલાસ કરી શકે તેવી વકતૃત્વ શક્તિ પણ હોય છે.હાથ પી કરી શકે તેવી પણ ક્ષમતા પણ તેમની પાસે હોય છે, તે ઝડપ થી વળી જાય અને નમી પણ જાય , કોઈને નમાવી પણ જાણે છે આં બળ.અનાડી કાલ થી તેનો ઉપયોગ તો થાય છે. પણ અનાદી કાલ અને આજમાં ફેર છે. અનાદી કાલ માં રાજ સત્તા શિક્ષણ ક્ષેત્ર માં માથું નહોતી મારતી. આં ક્ષેત્ર લગભગ સ્વાયત્ત હતું. ગુરૂ કુલ ના આચાર્ય આજના પ્રિન્સીપાલ કે કુલપતિ ગણો શિક્ષણ ક્ષેત્ર ના વડા, બંનેને સમકક્ષ ગણીએ, ગણી જ શકાય પણ સત્તા અને વફાદારી માં તફાવત છે. ગુરુકુળ ના આચાર્યની વફાદારી માત્ર શિષ્યો અને શિક્ષણ પ્રત્યે હતી અને આચાર્ય્ર ની ઉપરવટ રાજ સત્તા કદી જતી તો નહોતી જ પણ ઉપરથી તેમણે જરૂરી અને પુરતી સહાય પણ બિન શરતી કરતા હતા. આજે સ્થિતિ જુદી છે. આજે રાજસત્તા શિક્ષણ ક્ષેત્ર નો ઉપયોગ કરે છે. વહીવટ માટે ઉપયોગ કરે એટલે કે ચુનાવ ની કામગીરી માટે શીક્ષકોપની સેવા લે ત્યાં સુધી તો ઠીક પણ કારણ વગર વિદ્યાર્થીઓને રાજ કારણ માં બહેલાવે છે અને તેમન જૂથ બળ નો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરેછે. મહાગુજરાત નું આંદોલન કેટલાક રાજ્નીતીગ્નોની મનીષા પોષવા માટે ચાલ્યું ,મહાગુજરાત એટલે કે મુંબઈ સાથેનું ગુજરાત તો ના મળ્યું ,મુંબઈ તો આજે મહારાષ્ટ્ર પાસે જતું રહેલું છે પણ અં ગુજરાત નું અલગ રાજ્ય લેવામાં કેટલા નિર્દોષ બાળકો,છોકરાઓ,અને વિદ્યાર્થીઓના જીવ ગયા તેની કોને નોધ લીધી ? માત્ર મરનારના માં બપો એ અને ખીચડી પકવનારા પરિબળો એ . .મહાગુજરાત હોય, ગુજરાત અલગ હોય, કે દ્વિભાષી મું,બઈ રાજ્ય હોઈ શિક્ષણ ને તે સાથે શો સંબંધ ? શિષ્યો એ તો દરેક કિસ્સામાં ભણવાનું જ છે. એમનું ભણતર બગડ્યું, જીવતર બગડ્યું અને લાભ ખાટી ગયા કોઈક ત્ર્જા પરિબળો. ત્રીજા પરિબળોમાંથી ત્રીજો રાજકીય મોરચો પણ ઉભો થયેલો પણ તેનો લાભ પણ એ ત્રીજા મોરચાના સભ્યોના ફાળે ગયો - વિદ્યાર્થીઓને શું મળ્યું ? મફત ની રજા ઓ ? શાળા કોલેજો બગડી અને અભ્યાસ પણ બગડ્યો.તે નફામાં .પછી તે દીડ્ય્રથી કે તેના માં બાપ ને કોઈ એ યાદ કર્યા છે ખરા ? ખર ખરા કરવા સિવાય બીજું શું કર્યું ? મહાગુજરાત ના આંદોલન માટે તો પુસ્તકો ભરાય પણ એટલું હાલ પુરતું છે કે તેમાં વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ કરવામાં આવેલો, ઘણા ના જીવ ગયા અને તેનું પરિણામ સારું તે રાજકારણીઓ પાસે ગયું અને ખરાબ તે છોકરાના માબાપ પાસે રહ્યું.
આવો જ બીજો મોટો બનાવ નવ નિર્માણ આંદોલન નો છે. સરકાર ઉથલાવવા માટે વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ થયો, કેટલાક વિદ્યાર્થી નેતા ઓ પણ આગળ આવ્યા, પણ તે આંગળીના વેઢે ગણાય તેટલાજ, મનીષી જાની કે ઉમાકાંત માંકડ જેના પિતા કદાચ સચિવાલયમાં નોકરી કરતા હતા તેમના જેવા ૫-૧૫ છોકરાઓ નેતાગીરી કરતા હતા અને પછી ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી. એટલું છ્પ્ક્કાસ છે કે રાજકીય ક્ષિતિજ પર તેમનું નામ નથી.,છોકરાઓ એટલે કે વિદ્યાર્થીઓ ની એક ખાસિયત રહી છે કે મફત ની રજા મળે તો ભોગવી લેવી. ૭૦ થી ૮૦ ટકા વિદ્ય્ર્થીઓ અં કક્ષામાં આવે છે. ૧૦ ટકા વિદ્યાર્થીઓ ને ખરેખર ભણવું છે અને તે આવા રાજકીય કાર્યક્રમો માટે તૈયાર હોતા નથી, પણ લાચારી થી જોડાવું પડે અથવા ચુપ રહેવું પડે છે. જો ભોગે જોગે શાળા કે કોલેજ માં ગયા તો બળ જબરીથી તેમણે વર્ગ છોડવાની ફરજ પડાય અને માર પણ ખાવો પડે. બોજી બાજુ શાળા કોલેજના શિક્ષકોને પણ ભાનાવાવામાંથી મુક્તિ મળે, મફત ની રજા મળે, મફતમાં પગાર તો મળે જ .તેમનો પગાર કોણ રોકાવાનું હતું ? એવું પણ બનતું હતું કે સામેથી જ શિક્ષકો શાળા કોલેજમાં રજા પડાવી દેતા હતા, સંચાલકો પણ રજા આપી દેતા હતા. પણ આં આંદોલન માટે એક વિશેષતા એ હતી કે નવ નિર્માણ વખતે મફત ની રજાઓ તો ઠીક મફત માં પાસ પણ થવાનું મળી ગયું. માસ પ્રમોશન ની એક બાળ વળગી જેનો ભરપુર લાભ કોને મળ્યો તે તો પછી વિચારજો પણ ભરપુર નુકશાન તો માત્ર અને માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને જ થયું. આની નોધ કોને લીધી ? રાજનીતિજ્ઞ પક્ષો એ વિદ્યાર્થીઓનો ભરપુર ઉપયોગ તેમના સ્વાર્થ માટે જ કર્યો અને કારણ વગર અભ્યાસ ના સમય માં તેમની મનીષા ને બીજી બાજુ વળી, ખોટી આશા, આકાંક્ષા અને મહત્વાકાંક્ષા સેવતા તેમણે કરી દીધા. ૨- ૫ ટકા તેજસ્વી વિદ્યાર્થીઓ રાજ કારણ માં આવ્યા પણ ખરા અને કદાચ સફળ પણ થયા પણ તે કોના ભોગે ? ૯૦ થી ૯૫ ટકા ભણવા ઇચ્છનાર વિદ્યાર્થીઓના ભણતરના ભોગે. આવા આંદો લન સમયે વિદ્યાર્થી નેતા તો ૨- ૫ જ હોય છે પણ તેમની પાછળ મોટું મફતિયું ટોળું હોય છે જેમાં ઘણી વખત અસામાજિક તત્વો ભળી જતા હોય અને તેનો ગેરલાભ તે અસામાજિક તત્વો લયી જય અને દોષ નો ટોપલો આવે દીડ્યાર્થીઓ ઉપર . કોલેજ ની બારીઓ ના કાચ તોડે અસામાજિક તત્વો અને પોલીસ નો માર ખાય વિદ્યાર્થીઓ. ગુરુકુળ ની વિદ્યાપીઠ માં રાજ્યનો કોઈ રક્ષક, પોલીસ, સૈનિક કે અમલદાર પ્રવેશી શકતો જ નહોતો તેને બદલે આજે આચાર્યને રક્ષણ ની જરૂર પડે છે અને તે પોલીસ બોલાવે છે. છોકરાઓ ઉપર લાઠી ચાર્જ થાય, માર ખાય છોકરા, નુકશાન થાય શાળા કોલેજ ની મિલકતો ને અને લાભ મળે કોઈ ત્રીજા . પરિબળને.
વિદ્યાર્થીઓ ને રાજ કારણ થી દુર રાખો, તેમણે ખોટા લોભામણા પ્રલોભનો ના આપો,તેમની લાગણી અને સંવેદનાને ખોટી રીતે બહેકાવો નહિ, હાથા તરીકે તેમનો ઉપયોગ કરો નહિ. શિક્ષણ ક્ષેત્ર ને શિક્ષણ પુરતું જ માર્યાદિત રાખો. ચંદ્રગુપ્ત ગુરુકુળ નો શિષ્ય હતો, પણ તે શિસ્ત બદ્ધ હતો, તેના આચાર્યની તમામ વાત તે આદેશ તરીકે માનતો હતો અને તેના આચાર્યની નેમ પણ માત્ર અરાજકતા દુર કરીને પ્રજાને ઉદ્દંડ રજા થી મુક્ત કરાવવાની હતી અને ચંદ્રગુપ્તે શિષ્ટ અને મર્યાદા માં રહીને આચાર્યની લાગણી માંગણી અને સંવેદના ને સ્વીકારી પોતાનું યોગદાન આપ્યું હતું . પણ આં ઉદાહરણ નો આજે ઉપયોગ થાય તેમ નથી. આજે તો વિદ્યાથી ને માત્ર ભણવા જ દો. રાજ કારણ થી દુર રાખો.
ગુણવંત પરીખ
No comments:
Post a Comment