Wednesday, 28 December 2011

Gunvant Parikh

ચી. મિતેશ 

  આપના તરફથી આમંત્રણ પત્રિકા મળી . આકર્ષિત પ્રભાવિત અને સુન્દેર રીતે ચિત્રિત   પત્રિકા   ખરેખર   ખુબ આકર્ષક છે. આમંત્રણ પત્રિકા પસંદ કરનાર  પણ ખરેખર  અભિનંદન ને  પાત્ર છે. 
 દરેકને ખુબ ખુબ અભિનંદન અને આમંત્રણ બદલ  પણ ખુબ ખુબ આભાર .

      કથા માટે વિશાલ  જગ્યા છે. શ્રોતા પણ મોટા  પ્રમાણ માં  આવશેજ  પ્રસંગને અનુરૂપ પ્રસંગોચિત  મહેમાનો પણ મોટી સંખ્યામાં  આવશે કથા શ્રાવણ નું પુણ્ય આપને ફાળે  આવ વાનું  છે .એક કડવી પણ સાચી  વાસ્તવિકતા પણ સ્વીકારવી જ પડે  જેને કથા ખરેખર સાંભળવી  છે તેની પાસે સ્થળ ઉપર  જવાની સગવડ  નથી  અને જેની પાસે ભરપુર સગવડ છે તેને કથા  સાંભળવામાં  કોઈ રસ નથી  માત્ર  ભપકામાં  રસ છે.

   તેમ છતો  આપના  આ પ્રયાસના પુણ્યના સાચા હકદાર આપ અને આપનું કુટુંબ છે જ  એમાં  કોઈ શક નથી. આપના કુટુંબના દરેક સ્વજન અને વડીલ વર્ગને મારા  અભિનંદન અને પ્રણામ પાઠવશો  

   એક બીજો પ્રયાસ પણ અભિનંદન ને પાત્ર છે કે જે લોકો પાસે  સ્થળ ઉપર આવ વાણી સગવડ નથી તે ઘેર  બેઠા પણ લાભ લઇ  શકે તેવી સગવડ આપે આપી જ છે ટી વી ઉપર  કથા  " આસ્થા " મારફતે આવવાની  જ છે  આ રીતે પણ  "  આસ્થા "  દરેકને  ઉપયોગી  નીવડશે  પછી તે  આસ્થા પુસ્તિકા હોય  ચેનલ હોય  કે   આસ્થા  હોમ્સ  હોય. મનમાં  આસ્થા હોવી જરૂરી છે  

   એક વાર ફરી  દરેકને અભિનંદન 

આભાર  સાથે

ગુણવંત પરીખ 

તા.ક  ભરતભાઈને પણ ખાસ અભિનંદન પાઠવશો .

No comments:

Post a Comment

Enews And Updates